મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, 20ના મોત, ભારે તબાહીની આશંકા

મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, 20ના મોત, ભારે તબાહીની આશંકા

મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, 20ના મોત, ભારે તબાહીની આશંકા

Blog Article

મ્યાનમારમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ની તીવ્રતાના ભયાનક ભૂકંપ અને ૬.૮ની તીવ્રતાના આફ્ટરશોકથી ભારે તબાહી સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ઓછામાં ઓછા 20ના મોત થયા હતા. મોતની આકડામાં વધારો થવાની શક્યતા છે, કારણ કે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર સાગાઇંગ શહેરથી ૧૬ કિમી ઉત્તરપશ્ચિમમાં અને ૧૦ કિમીની ઊંડાઈએ હતું. ઘણી ઇમારતો ધરાશાયી થઈ હોવાના વીડિયો બહાર આવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું હતું કે ભારતના બંગાળના કોલકાતા અને મણિપુરના કેટલાક ભાગોમાં પણ હળવા ભૂકંપના આંચકા નોંધાયાં હતાં.

સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. બેઇજિંગની ભૂકંપ એજન્સીના જણાવ્યા અનુસાર ઉત્તર થાઇલેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાજધાની બેંગકોકમાં કેટલીક મેટ્રો અને રેલ સેવાઓ સ્થગિત કરાઇ હતી અને કટોકટીની સ્થિતિ જાહેર કરાઇ હતી. ચીનના યુનાન પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

થાઈલેન્ડના વડા પ્રધાન પેટોંગટાર્ન શિનાવાત્રા કટોકટીની સમીક્ષા કરવા માટે “તાત્કાલિક બેઠક” યોજી રહ્યા છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરે જણાવ્યું હતું કે યુનાનમાં 7.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.બેંગકોક અને અન્ય શહેરોમાં ઇમારતો ધ્રુજતી અને ધરાશાયી થઈ હોવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં દેખાયા છે.

બેંગકોકમાં નિર્માણાધીન એક ગગનચુંબી ઇમારત ધરાશાયી થઈ હતી અને પડોશી મ્યાનમારમાં ઇમારતો ધરાશાયી થઈ હતી. મ્યાનમારમાં શાસક જુન્ટાએ કેટલાક વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.મ્યાનમારના તાઉંગૂ શહેરમાં એક મસ્જિદ આંશિક રીતે ધરાશાયી થતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું, જ્યારે સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે આંગ બાનમાં એક હોટલ ધરાશાયી થતાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.

 

Report this page